Video: બહુચરાજીના ધનપુરા પાસે કેનાલ તૂટતાં 50 વીઘા જમીનનો પાક પાણીમાં ગરકાવ

બહુચરાજી તાલુકાની માનાવાડા બ્રાન્ચ કેનાલ ધનપુરા ગામ પાસે તૂટી જતાં ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને અંદાજે 50 વીઘા જમીનનો પાક બરબાદ થયો છે. કેનાલ ઓવરફ્લો થવાના કારણે ગાબડું પડ્યું હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, જેમાં રાયડો, દિવેલા અને તમાકુ સહિતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાક ધોવાઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને હલકી ગુણવત્તાના કારણે ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા નારાજગી વધી છે. આ ઘટનાને પગલે નર્મદા વિભાગની કેનાલની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે અને તંત્રની બેદરકારીને લઈને અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જાહેરાત







