Video: ચોટીલા-લીંબડી વચ્ચે ટ્રાફિકજામની સમસ્યાને લઈને કોંગ્રેસે નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ રજૂઆત

સોર્સ: gstv

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલાથી લીંબડી વચ્ચે છેલ્લા પાંચથી સાત દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. અને આક્ષેપ કર્યો કે રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી ત્યાં જ રિસરફેસિંગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ ચીમકી ઉચ્ચાર છે કે હવે ટ્રાફિકજામ થશે તો કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમો કરશે. બીજી તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે રોડ પર રિસરફેસિંગની કામગીરી ચાલી રહી છે અને ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને વોર્ડનની પણ વ્યવસ્થા કરાશે, સાથે જ વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત