Video: કુંભારવાડામાં સ્પ્રે કેન તોડતી વખતે થયેલા બ્લાસ્ટમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત

સોર્સ: gstv

ભાવનગરના કુંભારવાડા સ્થિત મહાલક્ષ્મી મિલની ચાલી વિસ્તારમાં ગઇકાલે અલંગનો ભંગાર તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પ્રચંડ ધડાકો થયો હતો. શ્રમિકો ભંગારમાંથી લાવેલા સ્પ્રે કેન તોડી રહ્યા હતા તે સમયે અચાનક બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી, જેમાં ત્યાં કામ કરી રહેલા ૬ થી ૭ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા દિલીપભાઈ લાલજીભાઈ ચીભડીયાનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત