Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Shooting on youth in Kumbharvada late night, 4 attackers caught

VADODARA: કુંભારવાડામાં મોડી રાત્રે યુવક પર ગોળીબાર, 4 હુમલાખોરો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VADODARA: કુંભારવાડામાં મોડી રાત્રે યુવક પર ગોળીબાર, 4 હુમલાખોરો ઝડપાયા
સોર્સ : gstv

Vadodara Firing News: વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વહેલી સવારે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી રામરાજ હોટેલ નજીક જૂની અંગત અદાવત રાખીને એક યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ગોળીબારના અવાજથી સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

App Store

વહેલી સવારે 3:30 વાગ્યે ખેલાયો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ કુંભારવાડામાં રામરાજ હોટેલની નીચે આવેલા ઢાળવાળા ખાંચામાં બની હતી. ફરિયાદી સાજીદ નજીબુદ્દીન શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ અગાઉની દુશ્મનીનો બદલો લેવા માટે ઘાત લગાવીને બેઠેલા મુખ્ય આરોપી સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીઓએ સાજીદને ટાર્ગેટ કરીને એકપછી એક 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પોલીસ એક્શન મોડમાં: 4 હુમલાખોરો ઝડપાયા

ઘટનાની ગંભીરતાને જોતાં જ વડોદરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હુમલો કરનારા ચાર આરોપીઓને રાઉન્ડઅપ (ડિટેન) કરી લીધા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે ફરિયાદના આધારે આગળની તપાસ વધુ તેજ બનાવી છે.