મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના કુંભારવાડામાંથી નશાકારક કફ સિરપના જથ્થાના કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો.

ભાવનગરના કુંભારવાડા સ્થિત ગોપાલ સોસાયટીમાં ગત ૭ જુલા

તસવીર: GSTV

ભાવનગરના કુંભારવાડા સ્થિત ગોપાલ સોસાયટીમાં ગત ૭ જુલાઈએ બોરતળાવ પોલીસે બાતમીના આધારે રેઇડ પાડીને ગેરકાયદેસર કફ સિરપ વેચતા વિનોદ ઉર્ફે વિનુ વાઘેલાને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીના મકાનમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત કફ સિરપની ૧૯૩ બોટલો, મોબાઈલ અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા ૩૫,૪૧૬.૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણની વધુ તપાસ દરમિયાન રાજેશ વિજયભાઈ સાંડીશ નામના અન્ય એક શખ્સનું નામ બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસે તેને પણ ઝડપી પાડીને આગળની કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો