મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના જીવદોરી સમાન શેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો

ભાવનગર જિલ્લાની જીવદોરી સમાન મહત્વનો શેત્રુજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં સતત પાણીની આવક

તસવીર: GSTV

ભાવનગર જિલ્લાની જીવદોરી સમાન મહત્વનો શેત્રુજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં સતત પાણીની આવક થતાં સલામતીના ભાગરૂપે તેના ૫૯ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૫૧૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક અને જાવક થઈ રહી છે. પાણી છોડવામાં આવતા હેઠવાસના ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાલીતાણા અને તળાજા તાલુકાના નાની-રાજસ્થળી, રોયલ, તળાજા સહિતના ગામોના લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો