મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ૧૩મો દિવસ છે, ત્યારે આ લડતને હવે સંતોનું પણ મોટું સમર્થન મળી રહ્યું છે. જેતપર આંદોલન છાવણી ખાતે સંસ્કારધામથી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ ખાસ હાજરી આપીને ઉપવાસીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.