Video: 12 માંગણીઓને લઈ સુરત આવકવેરા વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના ધરણાં

સુરતમાં આવકવેરા કર્મચારી ફેડરેશન અને ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 12 મહત્વપૂર્ણ માંગણીઓને લઈ ધરણાં યોજાયા હતા. કર્મચારીઓ અને અધિકારીઓએ કેડર રિવ્યુ, પ્રમોશન, ICT નીતિ ફરી લાગુ કરવા, સિનિયોરિટી લિસ્ટ જાહેર કરવા તેમજ વિભાગીય લેપટોપ આપવાની માંગ કરી છે. સાથે જ બિનજરૂરી રિપોર્ટિંગ, કૃત્રિમ સમયમર્યાદા અને નિયમિત કામગીરીનું આઉટસોર્સિંગ બંધ કરવા પણ રજૂઆત કરાઈ છે. પડતર પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા વિભાગીય કર્મચારીઓએ માંગ ઉઠાવી છે.
જાહેરાત













