Video: સાબરડેરી બોર્ડ બેઠક પૂર્ણ, દૂધના ભાવ વધારાનો નિર્ણય 1લી ડિસેમ્બરે લેવાશે

સોર્સ: gstv

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરીની બોર્ડ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં દૂધના ભાવ અને સાબરદાણના વધતા ભાવ સામે પશુપાલકોને રાહત આપવા ચર્ચા કરાઈ. રાજ્યના અન્ય દૂધ સંઘોના નિર્ણય મુજબ સાબરડેરી પણ આગળ વધશે અને ભાવ વધારાની રકમ 1લી ડિસેમ્બરે નક્કી થશે. દરમિયાન, ડિરેક્ટર જશુ પટેલ બેઠક શાંતિપૂર્ણ ચાલતી હોવાનો દાવો કરી કોંગ્રેસની બેઠકમાં જવા અમદાવાદ રવાના થયા હતા. હવે સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર 1લી ડિસેમ્બરના નિર્ણય પર મંડાયેલી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત