Video: દૂધના ભાવ વધારાની માગ સાથે બાયડ તાલુકાના પશુપાલકોએ સાબરડેરીના MD સમક્ષ રજૂઆત કરી

સોર્સ: gstv

અરવલ્લી જિલ્લાના પશુપાલકો દૂધના ભાવમાં વધારો અને પશુદાણના સતત વધતા ભાવ અંગે રજૂઆત કરવા સાબરડેરી પહોંચ્યા હતા. બાયડ તાલુકાના આશરે 20 જેટલા મહિલા અને પુરુષ પશુપાલકોએ સાબરડેરીના એમડી સાથે મુલાકાત કરી પોતાની રજૂઆતો કરી હતી. પશુપાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી પશુદાણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે દૂધના ભાવમાં નહિવત વધારો થયો છે. જેના કારણે પશુપાલકોને મોંઘા ભાવે દાણ ખરીદવું પડી રહ્યું છે અને પશુપાલનનો ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ સાબરડેરીના ચેરમેનની નિયુક્તિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પશુપાલકો રજૂઆત માટે પહોંચતાં ડેરીનું રાજકારણ પણ ચર્ચામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત