Video: બારડોલી સામુહિક હત્યાકાંડ: નહેરમાંથી 3 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો

સોર્સ: gstv

બારડોલીના ઉવા નહેર નજીક શ્રમજીવી પરિવારના છ લોકોને નહેરમાં નાખી દેવાના સામુહિક હત્યાકાંડ મામલે સરભણ ગામે નહેરમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ ત્રણ વર્ષીય બાળક પ્રથમેશ પાટીલનો હોવાનું પરિવારજનોએ ઓળખ બાદ સ્પષ્ટ કર્યું છે. ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલ્યો છે. બીજી તરફ પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી આરોપી દયાનંદ ઉર્ફે ખાંડ્યાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત