Video: બારડોલી નજીક શ્રમિક પરિવારને નહેરમાં ફેંકી દેવાયો, ત્રણના મોત, બચી ગયેલા કિશોરે આરોપીને ઓળખ્યો

સોર્સ: gstv

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે. મહારાષ્ટ્રના જલગાંવનો એક પરિવાર મજૂરી કામ અર્થે આવી રહ્યો હતો, ત્યારે ચાર શખ્સોએ પરિવારની કારને આંતરી હતી. આરોપીઓએ માતા-પિતા અને બાળકોને અલગ-અલગ કારમાં બેસાડી નહેર પાસે લઈ જઈ તમામને નહેરના પાણીમાં ફેંકી દીધા હતા. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોર જીવિત બચી જતાં તેણે પોલીસ સમક્ષ સમગ્ર હકીકત વર્ણવી એક આરોપીને ઓળખી બતાવ્યો છે. હજુ પણ બે બાળકો લાપતા હોવાથી સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. હાલ સુરત ગ્રામ્ય અને મહારાષ્ટ્ર પોલીસની કુલ 8 ટીમો હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત