Video: સાંતલપુરમાં અગરિયાઓની હક્કની લડાઈ, કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન માપણી અને રક્ષણની માંગ, ગાંધીનગરની ચીમકી

સોર્સ: gstv

સાંતલપુરના રણમાં મીઠું પકવતા અધિકૃત અગરિયાઓ પોતાના હક્ક માટે મેદાનમાં ઉતર્યા છે. ટ્રેડિશનલ સોલ્ટ વર્કર્સ એસોસિએશન ઓફ કચ્છ રણ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે. લીઝની જમીન, સર્વે-સેટલમેન્ટ અને કબજાની ડી.આઈ.એલ.આર. નકલ આપવા માંગ કરાઈ છે. જૂના નકશા અને રેવન્યુ રેકોર્ડ મુજબ GPS લોકેશન સાથે KML ફાઈલ બનાવવાની રજૂઆત થઈ છે. રણમાં મોડા પ્રવેશથી મીઠાના ઉત્પાદન અને આવકને ફટકો પડે છે. બિનઅધિકૃત કબજા અને દાદાગીરી સામે રક્ષણની માંગ ઉઠી છે. ભૂગર્ભ જળસ્તર 40 ફૂટથી ઘટીને 250 ફૂટ ઊંડું જતા ચિંતા વ્યક્ત કરાઈ છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆતની ચીમકી અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત