Video: છોટાઉદેપુરના પુનિયાવાંટ પાસે એસટી બસની અડફેટે એક બાઈકચાલકનું મોત, એકને ગંભીર ઈજા

છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે વહેલી સવારે એસટી બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. છોટાઉદેપુરથી અંબાજી તરફ જતી પાલનપુર ડિવિઝનની એસટી બસે બે બાઈક સવારોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ચઠ્ઠાવાડા ગામના અશ્વિન રાઠવા નામની વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક સવાર ભારસિંગ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતા બોડેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે છોટાઉદેપુર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જાહેરાત














