Video: શહેરાના ધારાસભ્યના નિવેદન બાદ બોગસ એસટી સર્ટિફિકેટ મુદ્દે યુવરાજસિંહે ઉઠાવ્યા અનેક સવાલો

બિરસા મુંડાની એકસો એકાવનમી જન્મજયંતી નિમિત્તે શહેરા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આપેલા નિવેદન બાદ યુવરાજસિંહે સોશિયલ મીડિયા દ્વારા તીખા સવાલો કર્યા છે. તેમણે માત્ર નિવેદનો આપવાને બદલે બોગસ એસટી સર્ટિફિકેટધારકો સામે એફઆઈઆર નોંધાવી બતાવવાનો પડકાર ફેંક્યો છે. આ સાથે જ પંચામૃત ડેરી, બેંકમાં આદિવાસી સમાજના પ્રતિનિધિત્વ તેમજ સરકારી નોકરીઓ અને મેડિકલ સીટોમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવાની માંગ ઉઠાવી છે. યુવરાજસિંહે સાચા આદિવાસીઓને હક, રોજગારી અને ન્યાય અપાવવાની અપીલ કરતા સવાલ કર્યો છે કે જાગ્યા ત્યારથી સવારના નિવેદન બાદ નક્કર કાર્યવાહી ક્યારે થશે.
જાહેરાત








