મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત, બે ઈજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે બામણીયા ફળિયામાં ખે

તસવીર: gstv

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે બામણીયા ફળિયામાં ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી ત્રણ મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકી હતી. આ કરુણ દુર્ઘટનામાં સંતોષબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ પૈકી એકને ગંભીર અને એકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો