Video: અમદાવાદમાં ૨૪ દિવસ જામશે ખરીદી અને મનોરંજનનો મહોત્સવ, ૬ અગ્રણી સંસ્થાઓ તૈયાર કરશે થીમ સ્ટ્રીટ

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ૨૫ ડિસેમ્બર, ૨૦૨૬થી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ૨૪ દિવસીય 'અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક વેપાર અને મનોરંજનને વેગ આપવા યોજાનારા આ ફેસ્ટિવલમાં શહેરના ૬ થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને ૭ હોટસ્પોટ આકર્ષણનું કેન્દ્ર બનશે.

​ખાસ વાત એ છે કે, શહેરની છ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ શોપિંગ સ્ટ્રીટ્સની ડિઝાઇન તૈયાર કરાશે. જેમાં NID દ્વારા સિંધુભવન રોડ ખાતે ફેશન સ્ટ્રીટ, NIFT દ્વારા રિવરફ્રન્ટ પર ફ્લાવર સ્ટ્રીટ, CEPT દ્વારા નિકોલમાં ક્રાફ્ટ સ્ટ્રીટ, નિર્મા યુનિવર્સિટી દ્વારા વસ્ત્રાપુરમાં સેન્ટ્રલ પાર્ક, અનંત યુનિવર્સિટી દ્વારા માણેકચોક-રતનપોળમાં હેરિટેજ પોલ સ્ટ્રીટ અને કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સી.જી. રોડ પર જ્વેલરી સ્ટ્રીટ તૈયાર કરાશે. આ ઉપરાંત પેલેડિયમ મોલ, બોપલ-આંબલી રોડ, રાજપથ રંગોલી રોડ, લો ગાર્ડન, કાંકરિયા, ચાંદખેડા-મોટેરા અને વસ્ત્રાલ સહિત ૭ હોટસ્પોટ પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.

જાહેરાત

​ખરીદી કરનારા નાગરિકો માટે લકી ડ્રો અને આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે. નાગરિકો, વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ફેસ્ટિવલની સત્તાવાર વેબસાઇટ અથવા એન્ડ્રોઇડ અને iOS એપ્લિકેશન પરથી ઓનલાઈન પાસ બુકિંગ અને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત