'લોકશાહી ખતરામાં છે, બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે' – અમદાવાદમાં કોંગ્રેસની સંવિધાન રક્ષા માર્ચ

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવિધાન રક્ષા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. રાજીવ ગાંધી ભવનથી શરૂ થયેલી આ માર્ચ પાલડી ચાર રસ્તા સુધી યોજાઈ હતી.
માર્ચ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા બંધારણના આમુખનું સામૂહિક વાંચન કરવામાં આવ્યું હતું. સાથે જ બંધારણના રક્ષણ અને બંધારણીય મૂલ્યોની જાળવણી કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ માર્ચમાં જોડાઈ પાલડી ચાર રસ્તા પહોંચ્યા હતા.
આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ સરકારમાં દલિતોને સમાનતા મળતી નથી અને વેપારીઓને ડર વગર જીવવાનો અધિકાર પણ મળતો નથી. તેમણે કહ્યું કે બંધારણમાં દરેક નાગરિકને સમાન અધિકાર અને ન્યાયની વાત કરવામાં આવી છે.
તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ દેશમાં લોકશાહી ખતરામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ભાજપ સરકાર પર બંધારણીય અધિકારો ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ લોકોને ધર્મ, લેખન અને અભિવ્યક્તિની આઝાદીથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
માર્ચના અંતે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓએ પાલડી ચાર રસ્તા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી








