Video: શામળાજીથી અમદાવાદ અને મુન્દ્રા સહિતના રૂટ પર પાંચ નવી એસટી બસ સેવા શરૂ

સોર્સ: gstv

અરવલ્લીના શામળાજી ખાતે પાંચ નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રી પી.સી. બરંડાના હસ્તે નવી બસોનું લોકાર્પણ કરાયું હતું અને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શામળાજીથી અમદાવાદ, મુન્દ્રા સહિતના વિવિધ રૂટ પર આ નવી બસો દોડાવવામાં આવશે. શામળાજી મંદિરે દર્શનાર્થે આવતા દેશ-વિદેશના યાત્રાળુઓને અવરજવરમાં વધુ સુવિધા મળી રહે તે હેતુથી આ બસો ફાળવવામાં આવી છે. નવી બસો શરૂ થતાં સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં ખુશી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત