Video: અમદાવાદના ઝૂમાં હાથી માટે તૈયાર થાય છે પાંચ કિલોના લાડુ

શિયાળાની ઠંડીમાં માણસોની જેમ પ્રાણીઓની તંદુરસ્તી જાળવવા માટે પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. અમદાવાદના કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં ગજરાજ માટે શિયાળાની ઋતુમાં વિશેષ વસાણાના લાડુ તૈયાર કરવામાં આવે છે. રાગી, કુલથી, ચોખા, ગોળ, સૂંઠ અને ટોપરામાંથી તૈયાર થતો એક લાડુ આશરે ચારથી પાંચ કિલો વજનનો હોય છે. કુલથીને છથી આઠ કલાક પલાળીને બાફવામાં આવે છે અને ત્યારબાદ તેમાં અન્ય સામગ્રી ઉમેરી લાડુ તૈયાર કરવામાં આવે છે. કુલથીમાં પ્રોટીન અને રાગીમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર હોવાથી આ લાડુ હાથી માટે શક્તિવર્ધક આહાર બને છે. ઠંડી અને ગરમીની આકરી ઋતુમાં પશુ-પક્ષીઓને તકલીફ ન પડે તે માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા ઋતુ પ્રમાણે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
જાહેરાત











