દારૂબંધીના દાવા વચ્ચે ભાજપના મહામંત્રીના ઘરે જ ચાલતો હતો દારૂનો કાળો કારોબાર, પોલીસે દરોડો પાડી બે આરોપીઓને પકડ્યા

દારૂબંધીના દાવા વચ્ચે ભાજપના મહામંત્રીના ઘરે જ ચાલતો હતો દારૂનો કાળો કારોબાર, પોલીસે દરોડો પાડી બે આરોપીઓને પકડ્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજ્યમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સુરત શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં ભાજપના જ એક જવાબદાર હોદ્દેદાર પોતાના પુત્ર સાથે મળીને ઘરમાં જ વિદેશી દારૂની હાટડી ચલાવતા હોવાનો પર્દાફાશ થયો છે. લાલગેટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સુરત ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી અને તેના સાગરીતને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે તેનો પુત્ર ફરાર થઈ ગયો છે.

ખાંડ બજારના લક્ષ્મીભવનમાં ચાલતું હતું દારૂનું પેકિંગ

લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI એસ.એ. અસારી અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ખાંડ બજાર ખાતે આવેલા એસ.એમ.સી. પાર્કિંગની પાછળ લક્ષ્મીભવનના પહેલા માળે રહેતા રાજ મોદી અને વિજય મોદી પોતાના જાળીવાળા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને હાલ પગથિયાં પાસે દારૂના પેકિંગનું કામ ચાલી રહ્યું છે.

2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

બાતમીના આધારે પોલીસે લક્ષ્મીભવનના પહેલા માળે આવેલા ઘરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 645 બોટલ (કિં. ₹2,65,519) મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 35,000ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત કુલ ₹3,00,519નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત