Video: રાજકોટ: ઋત્વિક રોશનના કાર્યક્રમને લઈ કાલાવડ રોડ બંધ કરાતા ભારે ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન થયા

રાજકોટમાં હરિત ઝવેરી શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પગલે ટ્રાફિક જવાનોને રોડ પર તૈનાત કરી રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ત્રસ્ત થયેલા લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ખાનગી શો-રૂમના સંચાલકોને જાહેર રસ્તો બંધ કરવાની મંજૂરી કોણે આપી, તે અંગે હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જાહેરાત













