Video: અમદાવાદ ફ્લાવર શોમાં ટિકિટમાં વધારો, 60 સ્કલ્પચર સાથે અટલબ્રિજની પણ મજા

સોર્સ: gstv

અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શોમાં આ વખતે કુલ 60 કલાત્મક સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. જેમાં વ્હેલ માછલીના આકારનું વિશાળ કલ્પસર તૈયાર કરી તેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બીજી તરફ ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમથી શુક્ર ટિકિટનો દર 100 રૂપિયા અને શનિ-રવિના દિવસોમાં 120 રૂપિયા રહેશે. ટિકિટમાં હવે અટલબ્રિજની મુલાકાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શો પાછળ અંદાજે 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત