Video: ડીસામાં બનાસ નદીના પુલ પર ત્રિપલ અકસ્માત, આર્મીની ગાડી-ટ્રેક્ટર-ટ્રેલર વચ્ચે ટક્કર

બનાસકાંઠાના ડીસામાં બનાસ નદીના પુલ પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આર્મીની ગાડી, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં આર્મીના જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. અકસ્માતને પગલે પુલ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.
જાહેરાત








