Video: ધ્રાંગધ્રામાં એકસાથે 3 બાયોગેસ પ્લાન્ટની કામગીરી શરૂ, 500થી વધુ લોકોને મળશે રોજગારી

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એકસાથે ત્રણ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. યુરોપિયન દેશોમાં યુદ્ધના પગલે ગેસની અછત અને ભાવવધારા બાદ તાજેતરમાં CNG ગેસની તંગીથી જિલ્લાના અનેક ઉદ્યોગો બંધ રહ્યા હતા, કારણ કે 80 ટકા ગેસ વિદેશથી આવે છે. આ સમસ્યાના ઉકેલરૂપે ખેતપેદાશોના નકામા કચરા અને પશુઓના છાણમાંથી ગેસ બનાવવા આ પ્લાન્ટ શરૂ કરાયા છે. આનાથી ઉદ્યોગોને રાહત મળવાની સાથે આસપાસના 500થી વધુ લોકોને રોજગારી પણ મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત