અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન યથાવત રહેશે, ઠંડીમાં મોટા ફેરફારની શક્યતા નહીં

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી સાત દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાશે. અમદાવાદમાં આગામી બે દિવસ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી ઓછું 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું છે. જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી વધુ છે. બીજી તરફ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે. જોકે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.
જાહેરાત












