Video: સુરત નકલી ડિમોલેશન કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી જારી

સુરતના નસીરનગર નકલી ડિમોલેશન વિવાદ મામલે કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને હાજર રાખવાના હુકમને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા બે કલાકથી દલીલો ચાલી રહી છે. પીડિત પક્ષે અધિકારીઓના વારંવાર બદલાતા નિવેદનો અને વૈકલ્પિક આવાસ આપવાના નિવેદન અંગે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ, અધિકારીઓના વકીલે દાવો કર્યો છે કે આ પ્રકારના કેસમાં અધિકારીઓની હાજરી આવશ્યક નથી. હાઈકોર્ટમાં હજુ પણ આ મુદ્દે સુનાવણી ચાલી રહી છે.
જાહેરાત














