Video: અમદાવાદના ચાંદલોડિયા ગરનાળા પાસે ટ્રકની ટક્કરે સ્કૂલે જતી પાંચ વર્ષની બાળકીનું કરૂણ મોત

અમદાવાદના ચાંદલોડિયા ગરનાળા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પાંચ વર્ષની માસૂમ બાળકી તેના પિતા સાથે બાઈક પર બેસીને સ્કૂલે જઈ રહી હતી, તે દરમિયાન પૂરઝડપે આવતા ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકી ટ્રકના ટાયર નીચે આવી જતાં તેના પર ટાયર ફરી વળ્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે એસ.જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત














