વાયબ્રન્ટ સમિટ-2027 માટે ગુજરાતે કસી કમર: ગિફ્ટ સિટીમાં તૈયારીઓ તેજ, મુખ્યમંત્રીએ સ્થળોની લીધી મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટ 2027ની પૂર્વ તૈયારીઓ સંદર્ભમાં ગિફ્ટ સિટીની મુલાકાત લઈને જુદા-જુદા ઇવેન્ટસના આયોજન સ્થળો ની વિઝિટ અને કામગીરી સમીક્ષા કરી હતી.

ગુરુવારે સવારે મુખ્યમંત્રી મુખ્યસચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને વરિષ્ઠ સચિવો સાથે ગિફ્ટ સિટી પહોંચ્યા હતા અને બેઠક યોજી હતી.
જાહેરાત
તેમણે નિર્માણાધિન સ્પોર્ટ્સ એરેના, ઇવેન્ટ ગ્રાઉન્ડ તેમજ સેન્ટ્રલ પાર્કની કામગીરીની માહિતી મેળવી હતી. વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે ગિફ્ટ સિટીમાં વ્યવસાય રોજગાર અને રહેણાક માટે વસી રહેલા લોકો માટે હોસ્પિટલ, શોપિંગ મોલ જેવી જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ ઊભી થઈ રહી છે. તેની પણ કામગીરી પ્રગતિની વિગતો તેમણે મેળવી હતી.
જાહેરાત







