Video: રેલવે અકસ્માત વળતર મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સોર્સ: gstv

ગુજરાત હાઈકોર્ટે રેલવે અકસ્માતના વળતર મામલે મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે અવલોકન કર્યું છે કે રેલવે ટ્રેક ઓળંગવો એ બેદરકારી હોઈ શકે, પરંતુ તેને કોઈ ગુનાહિત કૃત્ય ગણાવી શકાય નહીં. આ સાથે જ કોર્ટે વળતરનો દાવો નકારવાના રેલવે ક્લેમ ટ્રિબ્યુનલના અભિગમને અમાન્ય ગણાવી તેનો નિર્ણય રદ કર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી હતી કે રેલવે પ્રશાસન આ રીતે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, અને અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને આઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત