જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વનવિભાગની ટીમ કરશે તપાસ

જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત, વનવિભાગની ટીમ કરશે તપાસ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક રેલવે ટ્રેક પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે. જેમાં ટ્રેનની અડફેટે આવી જવાથી બે સિંહણના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે પેસેન્જર ટ્રેન દોઢથી બે કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે સિંહણના મોત

જાહેરાત

મળતી માહિતી મુજબ, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન જેતપુર તાલુકાના વાવડી-ખીરસરા વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે રેલવે લાઈન પર અચાનક બે સિંહણ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની અડફેટે સિંહણના મોતને પગલે રાજકોટ રેલવે પોલીસ, જેતપુર અને જૂનાગઢ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.

આ દુર્ઘટનાને પગલે સ્થાનિકનો એકઠાં થઈ ગયા હતા. એકસાથે બે સિંહણના મોતથી વન્યજીવ પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ છે. સમગ્ર મામલે પોલીસે સિંહણના મૃતદેહ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

DCFએ શું કહ્યું? 

સિંહણના મોતની ઘટના અંગે ફોરેસ્ટ અધિકારી(DCF)એ જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટના 23 નવેમ્બરની રાત્રે 8 વાગ્યે ઘટી હતી. જેમાં 2થી 3 વર્ષની સિંહણના મોત નીપજ્યા છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત