જામનગરમાં સંવિધાન બચાવવાના નારા સાથે કોંગ્રેસની માર્ચ, કાર્યાલયથી લાલબંગલા સર્કલ સુધી કાઢી રેલી

જામનગરમાં સંવિધાન બચાવવાના નારા સાથે કોંગ્રેસની માર્ચ, કાર્યાલયથી લાલબંગલા સર્કલ સુધી કાઢી રેલી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સંવિધાન દિવસ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાનના મૂલ્યોની રક્ષા, લોકશાહી અને બંધારણીય અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ‘સંવિધાન બચાવો’ માર્ચ યોજવામાં આવી હતી. શહેરના લીમડા લાઇન સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી લાલબંગલા સર્કલ સુધી યોજાયેલી માર્ચના સમાપન બાદ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.

‘સંવિધાન બચાવો’ માર્ચમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા

26 નવેમ્બરે સંવિધાન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંધારણના આદર્શો, સમાનતા, ન્યાય, સ્વતંત્રતા તથા બંધુત્વના મૂલ્યો જાળવવા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે એકજૂથ થઈ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. લીમડા લાઇનથી લાલબંગલા સર્કલ સુધી યોજાયેલી ‘સંવિધાન બચાવો’ માર્ચમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બંધારણ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત શહેર કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સેલ અને ફ્રન્ટલના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત