Video: તલોદની સિલિકોન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો, સાથી કર્મચારી બાલકિશનની દેત્રોજથી અટકાયત

સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલી સિલિકોન કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ઉપેન્દ્રકુમારની હત્યાનો ભેદ એલસીબી, એસઓજી અને તલોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. મોબાઈલ પર ચાલી રહેલી વાતચીત દરમિયાન મોબાઈલ છીનવી લેવા મામલે થયેલા વિવાદમાં કંપનીમાં જ સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આરોપી મામા ઉર્ફે બાલકિશને ઊંઘતા કર્મચારીના માથાના ભાગે કુહાડીના ઘા મારી ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ ફરાર થયેલા આરોપીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે દેત્રોજ ખાતેથી ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત






