Video: માતાને અંતિમ વિદાય આપતી વખતે ભાવુક થયા CM યોગી આદિત્યનાથ, ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરાખંડના પંચૂર ખાતે પોતાની માતા સાવિત્રી દેવીને અંતિમ વિદાય આપી. જે દરમિયાન તેઓ ભાવુક થઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. 91 વર્ષની વયે શુક્રવારે નિધન પામેલા સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર હરિદ્વારના ચંડીઘાટ ખાતે કરવામાં આવ્યા...મુખ્યમંત્રીને શુક્રવારે ગોરખપુરમાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ દરમિયાન માતાના અવસાનના સમાચાર મળ્યા હતા. અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ ઉત્તરાખંડમાં રહેશે અને ત્યારબાદ લખનૌ જવા રવાના થશે. લખનૌમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારા કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત