Video: સંખેડાના કૃષ્ણપુરા વસાહતમાં 15 વર્ષથી રસ્તો ન બનતા વિરોધ, ગ્રામ પંચાયત ચૂંટણી બહિષ્કારની ચીમકી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતના લોકોએ રસ્તાની માંગણીને લઈને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી ફળિયાને જોડતો મુખ્ય રસ્તો બન્યો નથી, આરસીસી રસ્તો તૂટી જતા કપચી જોવા મળે છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં નર્મદાના અસરગ્રસ્ત પરિવારોનાં આશરે 100 જેટલાં મકાનો આવેલાં છે. વારંવાર રજૂઆતો અને ધારાસભ્ય અભેસિંહ તડવીને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા તથા સરપંચ પાંચ વર્ષમાં ગામની મુલાકાતે ન આવ્યા હોવાના આક્ષેપ સાથે રહીશોમાં રોષ છે. માંગણી નહીં સંતોષાય તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જાહેરાત










