Video: સુરેન્દ્રનગરમાં ગોલ્ડ લોન કૌભાંડ: ગ્રાહકનું ગીરવે મૂકેલું સોનું ફાઇનાન્સ સંચાલકોએ બારોબાર વેચી માર્યું!

સોર્સ: gstv

ઘટનાની વિગતો મુજબ ગ્રાહકે ૮૦ હજાર રૂપિયાની લોન મેળવવા માટે પોતાનું સોનું ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યું હતું. જ્યારે મૂળ માલિક લોનની રકમ ચૂકવીને પોતાનું સોનું પરત લેવા ગયા, ત્યારે સંચાલકોએ સોનું વેચી નાખ્યું હોવાનો જવાબ આપતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ, સંચાલકોએ નોટિસ મોકલી હોવાનો લૂલો બચાવ કર્યો છે, પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે તેમને કોઈ નોટિસ મળી જ નથી. હાલ બેદરકાર સંચાલકો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત