અમદાવાદ RTO ખાતે રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, 16 એસોસિએશન એકસાથે મેદાનમાં

અમદાવાદ RTO કચેરી ખાતે રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું... રોજગાર બચાવો આંદોલનના કન્વીનર વિજય મકવાણા સહિત 16 એસોસિએશનના આગેવાનો વિરોધમાં જોડાયા... એગ્રીગેટર કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ડ્રાઈવરોએ RTO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો...

એગ્રીગેટર કંપનીઓ દ્વારા ડ્રાઈવરોનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો... સફેદ નંબર પ્લેટ પર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવાના મુદ્દે પણ ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો... લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં રિક્ષા અને ટેક્સી ચાલકોમાં રોષ જોવા મળ્યો...

જાહેરાત

RTO સમક્ષ આવેદનપત્ર અને રૂબરૂ રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો... તારીખ ઉપર તારીખ અને માત્ર આશ્વાસન મળતા હોવાનો આરોપ લગાવી ડ્રાઈવરોએ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો... પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સ્થળ પરથી નહીં હટવાની ચીમકી પણ ઉચ્ચારી...

આ સમાચાર શેર કરો

જાહેરાત