Video: જામનગરમાં વેરા વસૂલાત માટે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

સોર્સ: gstv

જામનગર મહાનગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ વધુ તેજ બની છે. સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત કોર્ટ કેસ સિવાય 2 લાખ 35 હજારથી વધુ આસામીઓ પાસેથી અંદાજે 414 કરોડ રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી છે. જીઆઈડીસી ફેઝ-2 અને ફેઝ-3માં જ 17 કરોડ રૂપિયાનો વેરો બાકી હોવાથી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શિવમ બ્રાસના બે યુનિટ પાસેથી 29 લાખ રૂપિયાના બાકી વેરાની સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે 60 લાખ 44 હજાર રૂપિયાનો વેરો ન ભરતા જેટકોના સબસ્ટેશનની એક મિલકત સીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત