Video: ગીરસોમનાથના વેરાવળમાં શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

સોર્સ: gstv

આ પાવન પ્રસંગે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા સહિતના અગ્રણીઓએ જલારામ બાપાની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. આ શોભાયાત્રામાં ખારવા સમાજના અગ્રણીઓ, હોડી એસોસિએશનના હોદ્દેદારો, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ રાયઠઠા તેમજ લોહાણા સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિથી આ ઉત્સવમાં સામાજિક એકતા અને ભક્તિભાવનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત