મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વેરાવળમાં ડીઝલ મેળવવા ભારે ધસારો, વહેલી સવારથી પેટ્રોલ પંપો પર લાગી લાંબી લાઈન

વેરાવળના સોનારીયા વિકાસ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે વહેલી સવારથી જ ભારે ભીડ જોવ

તસવીર: gstv

વેરાવળના સોનારીયા વિકાસ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. ખેડૂતો અને ટ્રેક્ટર ચાલકો ડીઝલ મેળવવા માટે લાંબી કતારમાં ઉભા રહ્યા હતા. ખેતી કામ માટે જરૂરી ઈંધણ ન મળવાની ભીતિને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો કેરબા અને ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા.

ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈનો લાગતાં ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં ડીઝલની અછતને લઈને ચિંતા વધી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી પૂર્વે પૂરતું ડીઝલ ન મળતાં ખેતી કામ પર સીધી અસર પડી રહી છે અને તંત્રએ તાત્કાલિક પુરવઠો વધારવો જોઈએ.

આ સમાચાર શેર કરો