VIDEO: કોડિનાર APMCએ ડીઝલની અછતનું કારણ આપી નવી જણસીની આવક સદંતર બંધ કરવાનો નિર્ણય કર્યો
ઈંઘણ અને ખાસ કરીને ડીઝલમાં અછતનો સૌથી મોટો ભોગ ખેડૂતો બની રહ્યા
ઈંઘણ અને ખાસ કરીને ડીઝલમાં અછતનો સૌથી મોટો ભોગ ખેડૂતો બની રહ્યાં છે..એક તો ખેતી માટે ડીઝલ માટે ખેડૂતો પંપ પર રાત ઉજાગરા કરી રહ્યાં છે..તો બીજી તરફ કોડિનાર એપીએમસીએ ડીઝલની અછતનું કારણ આપી નવી જણસીની આવક સદંતર બંધ કરવાનો નિર્ણય કર્યો..એટલે કે ખરીફ સિઝનના વાવેતર માટે પાક વેંચીને પૈસા મેળવવામાં પણ હવે મુશ્કેલી પડશે...ઘણી જગ્યાએ હજુ રવી સિઝનના અમુક પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઈ..ઉપરથી ડીઝલની અછતની અસર હવે એપીએમસી સુધી પહોંચી ગયો છે..જેથી ખેડૂત બંને તરફથી પીસાઈ રહ્યો છે..




