VIDEO: વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર ફાયરિંગની ઘટના, માથામાં ગોળી વાગતા સારવાર હેઠળ
ગીર-સોમનાથના વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે ચકચારી ફાયરિંગની ઘટના
ગીર-સોમનાથના વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે ચકચારી ફાયરિંગની ઘટના બની છે. તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર અજ્ઞાત આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. માથામાં ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાને પગલે સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. LCB, SOG અને વેરાવળ ડી-સ્ટાફ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે.



