મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર પૂર્વી વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા

ઉનાળાની ગરમી દરમિયાન વન્યપ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે ગીર પૂર્વી વન વિભાગ સંપૂર્ણ તૈયારીઓ ક

ઉનાળાની ગરમી દરમિયાન વન્યપ્રાણીઓ તરસ્યા ન રહે તે માટે ગીર પૂર્વી વન વિભાગ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આમાં મોટાભાગના પોઈન્ટ સોલર પાવર અને પવનચક્કી દ્વારા સંચાલિત છે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ સતત પાણીનો પુરવઠો જળવાઈ રહે. દુર્ગમ વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું છે. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું કે માત્ર સિંહો જ નહિ, પરંતુ નાના જીવજંતુઓ અને પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો