Video: માળીયા-વેરાવળ પંથકના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા, આંદોલનની ચીમકી

જૂનાગઢના માળીયા-વેરાવળ પંથકના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લાછડી બંધારા અને જાલુંદરા મહાદેવ ડેમનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ડેમમાં પાણી હોવા છતાં તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી. ઓછા વરસાદને કારણે શિયાળુ પાક પર સંકટ ઊભું થયું છે. લાછડી બંધારાનું પાણી છોડવામાં આવે તો 8થી 10 ગામોને અને દેવકા નદીમાં પાણી છોડવામાં આવે તો 15થી 20 ગામના ખેડૂતોને લાભ થઈ શકે છે. જાલુંદરા મહાદેવ ડેમમાં 90 ટકા પાણી હોવાનો ખેડૂતોનો દાવો છે, છતાં અગાઉની રજૂઆતોનો ઉકેલ આવ્યો નથી. વર્ષોથી કેનાલની કામગીરી અધૂરી હોવાનો મુદ્દો ઉઠાવી ખેડૂતોએ પાણી છોડવાની માંગ કરી છે. માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ડેમના દરવાજા જાતે ખોલવાનો પ્રયાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જાહેરાત






