Video: સાવલીમાં ગોમાં નદીનો કોઝવે તૂટ્યો, 7થી 10 કિલોમીટર ફરીને જવા ગ્રામજનો મજબૂર, તંત્ર સામે રોષ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દીપાપુરા અને ગુતરડી ગામને જોડતો ગોમાં નદી પરનો કોઝવે તૂટી જતાં અવરજવર બંધ થઈ ગઈ છે. આ કારણે સ્થાનિકો સહિત આસપાસના ગામના લોકોને રોજિંદા કામકાજ, નોકરી-ધંધા અને ખરીદી માટે 7થી 10 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવો પડે છે, જ્યારે કેટલાક લોકો જોખમી રીતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. માટીથી બનાવેલા વૈકલ્પિક માર્ગમાં ભૂંગળા ન નખાતા તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે. અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનો નવો કોઝવે બનાવવાની માંગ કરી રહ્યા છે.
જાહેરાત













