Video: સાબરકાંઠાના કરણપુર સ્થિત અર્બુદા ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કરણપુર ખાતે આવેલા અર્બુદા ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આજણા ચૌધરી સમાજના લોકો અર્બુદા ધામ ખાતે ઉમટી પડ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ધામમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત