Video: સીએમની મુલાકાતથી તંત્ર સફાળુ જાગ્યું

સોર્સ: gstv

દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાત બાદ સ્થાનિક વહિવટી તંત્ર સફાળુ જાગ્યું છે. ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડાના રામનાથ તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી. અગાઉ યોજાયેલી જનસુનાવણી દરમિયાન સ્થાનિકો દ્વારા આ રામનાથ તળાવના બ્યુટિફિકેશન અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની સીધી સૂચના અને આદેશ બાદ દાહોદ વહીવટી તંત્રે મોડે મોડે પણ કામગીરી શરૂ કરી છે. હાલ તંત્ર દ્વારા રામનાથ તળાવની સાફ-સફાઈ તેમજ બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીના આ ત્વરિત અને હકારાત્મક નિર્ણયથી સમગ્ર ગરબાડા પંથકના લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. આ તળાવના વિકાસથી સ્થાનિક નાગરિકોને હરવા-ફરવા માટે એક નવું અને સુંદર સ્થળ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આગામી સમયમાં ગરબાડા વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પણ મોટો વેગ મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત