VIDEO: વરસાદની સ્થિતિ મુદ્દે સીએમની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે ઉ

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયર ઋષિકેશ પટેલ, પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોપલ, ઘુમા સહિત વરસાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે અસરકારક આયોજન અને જરૂરી પગલાં અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી.




