મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છત્રાલ GIDCની કંપનીમાં કેમિકલની પાઈપ ફાટી, 4 કામદારોના મોત

છત્રાલ GIDCની કંપનીમાં કેમિકલની પાઈપ ફાટી, 4 કામદારોના મોત
તસવીર: AI

ગાંધીનગરના છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં કેમિકલ કંપનીમાં ગરમ કેમિકલની પાઈપ ફાટતાં 4 કામદારોના મોત નીપજ્યા છે. દુર્ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છત્રાલ GIDCની કંપનીમાં મોટી દુર્ઘટના

મળતી માહિતી મુજબ, કલોલ તાલુકામાં આવેલી છત્રાલ GIDCના ફેઝ 4માં 'કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ' નામની કેમિકલ કંપનીમાં 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ જેટલાં તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી. જેમાં કેટલાક કામદારો કેમિકલની પાઈપ ફીટ કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એટલાંમાં ભારે પ્રેશરના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાઈપ ફાટતાં ગરમ કેમિકલ કામદારોના શરીર પર પડતાં 4 કામદારોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા છે.

ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોના મોત

દુર્ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, ફાયર બિગ્રેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે. બીજી તરફ, કંપનીમાં કામદારોની સુરક્ષા માટેના સાધનો સહિતની બાબતે બેદરકારી દાખવવાના મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ

વિનોદકુમાર સિંહ
લક્ષ્મણ મીણા
સિકંદર દેહરી
તેડા દેહરી

આ સમાચાર શેર કરો