મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં વરસાદની આફત, સેન્ટોઝા પાર્કમાં હાહાકાર!"

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સેન્ટોઝા પાર્કમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં આશ

તસવીર: dhaval barot

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સેન્ટોઝા પાર્કમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીમાં આશરે આઠ ફૂટ જેટલું પાણી ભરાતા અનેક બંગલાઓ જળબંબાકાર બન્યા છે. પાણીના કારણે લોકોની કરોડો રૂપિયાની કાર અને અન્ય વાહનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. રહેવાસીઓ પોતાના ઘરોમાં ફસાઈ જતા તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ, રાજ્ય સરકારની વિવિધ ટીમો તેમજ ઇન્ડિયન આર્મીની મદદથી સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. બોટની મદદથી આશરે 50 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે વિસ્તારમાં વીજ પુરવઠા અને જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. હાલ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યારે પાણી ઓસર્યા બાદ નુકસાનનો સાચો અંદાજ સામે આવશે.

આ સમાચાર શેર કરો